ર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આદર્શ પુરુષ હતા. એમનામાં બધા માનવીય ગુણ હતા. શ્રીરામ આજ્ઞાકારી પુત્ર હતા, સ્નેહિલ ભ્રાતા હતા, પૂજનીય પતિ હતા, પ્રિય મિત્ર હતા અને ભક્તજનોના પરમ હિતૈષી હતા. એમનું જીવન માનવ માત્ર માટે અનુકરણીય અને પ્રેરક છે. એમણે ક્યારેય પણ અધર્મનો સહારો નથી લીધો. સત્ય, ન્યાય અને ધર્મમાં એમની પરમ આસ્થા હતી. એમણે હંમેશાં દીન-દુઃખીઓની સહાયતા કરી, અત્યાચારીનું દમન કર્યું અને અસત્ય તેમજ અન્યાયનો આજીવન પ્રતિરોધ કર્યો. ત્યારે જ તો એમના રાજ્યમાં સુખ-શાંતિ હતી અને આજે પણ 'રામ-રાજ્ય' સ્થાપિત કરવા માટે પ્રત્યેક દેશની જનતા આતુર છે.
સત્ય તો એ છે કે, એમનું જીવન આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે. અહીંયા પ્રસ્તુત છે, એ જ યુગપુરુષ માનવતા-પ્રેમી શ્રીરામની અનુપમ ગાથા- રોચક ઔપન્યાસિક શૈલીમાં.