રાજુ આ એક વાર્તાનું મુખ્ય પાત્ર ...
ભારત દેશથી નાનપણમાં માલ્ટા આવ્યો છે. સુનાદ્ર ફિલ્મ માટે ભારત આવ્યા ત્યારે રાજુ, ટુરિસ્ટ ગાઈડ તરીકે મળ્યો. ફોટોગ્રાફીનો શોખીન, પિતાની પ્રેક્ટીકલ ટ્રેઈનીંગ, ડીસીપ્લીનમાં ચુસ્તપણે પણે માને, પરગજુ, બીજાનું કામ પહેલા કરે....અને હા...દુનિયા ભ્રમણ કરવાનું તેનું સ્વપ્ન....પૂરું થાય છે કે અધૂરું રહે છે?
યુરોપિયન ટાપુદેશ માલ્ટામાં રાજુ તેના માલિક સુનાદ્રના બંગલામાં ખડકાળ દરિયા કિનારે રહે છે. એક વહેલી સવારે એક ચીસ સાંભળીને તે બાળકીને કાંઠે અફ્ળાયેલી બોટમાંથી બચાવે છે. એક પત્ર અને અન્ય દસ્તાવેજ વાંચીને તે દિગ્મૂઢ બની જાય છે. બાળકીને બચાવવા બદલ અજાણતા જ તે કરોડો રૂપિયાનો વારસ બને છે.
આ વાર્તામાં પ્રેમ, સમર્પણ, શોખ, સંવેદના, લાગણી, જવાબદારી, આતુરતા, વિયોગ, વિખવાદ, વેર, ધુત્કાર, સમાધાન, કુદરતી આફતો, કટોકટી, ઈતિહાસનું પુનરાવર્તન અને ભરપુર સસ્પેન્સ છે.
કેમેરો લઈને રખડવાનો શોખીન તેને નાની-મોટી પરિસ્થિતિઓમાંથી પસાર કરાવે છે. રાજુમાંથી તે રખડુ રાજારામ ક્યારે બને છે તે જોવાનું રહ્યું.